#નાચીઝ_વાતું




એક લાચાર, બિચારો માણસ જે કાગળ-કચરો વીણીને પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવે છે તેવા આ ગરીબ એકલા અસહાય ને બાંધીને આ રીતે ઢોરમાર મારી, મોતને ઘાટ ઉતારનારા પોતાને જે કઈ સમજતા હોય પરંતુ આ એમની બહાદુરી તો નથીજ, પરંતુ એમની નસ-નસમાં વ્યાપેલી ઘોર નપુંસકતા જ છે.

એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે એવું કહેનારા નાલાયકો જે જુઠાણા ચલાવે છે એની પાછળનું કારણ બીજું કઈ નથી પરંતુ જે સદીઓથી શોષિત પીડિત સમાજ છે તેના પર જુલમ ગુજારવો એ પોતાની શાન સમજનારને આ કાયદો આવ્યાથી ચડ્ડીઓ પલળીને પીળી થઇ જતી હતી. સામે પક્ષે શોષિત સમાજને આવા ગુંડા-મવાલી-જાતિવાદી કીડાઓથી રક્ષણ મળતું હતું. એટ્રોસિટીકાયદાને લૂલો કરવા પાછળ હલકટ ઈરાદાઓ ભળેલા છે.

એવું પણ ન સમજવું જોઈએ કે અત્યાચારના આવા બનાવો હમણાં થોડા વર્ષોથી જ બને છે અને પહેલા આવી ઘટનાઓ નહોતી બનતી. વાસ્તવમાં આજે  સોશ્યલ મિડિયાના કારણે હવે સદીઓથી બનતા આવા જાતિવાદીવાદી જુલમના બનાવો બહાર આવતા થયા છે.

ખાસ બાબત, તમારા ઉદ્ધાર માટે કોઈ દેવ ક્યારેય જન્મ્યો નથી અને ક્યારેય જન્મવાનો પણ નથી. મંદિર-માતાજી-માંડવા-વ્રત-માનતાં-પૂજાપાઠ-પગપાળાની યાત્રાઓ એ બધું તમને જુલમ સામે રક્ષણ નહિ જ આપે. તેનાથી તમારું ભલું પણ નથી જ થવાનું. પરંતુ એવું કરવાથી માત્રને માત્ર સ્થાપિતહિતવાદીઓના જ પેટ ભરાય છે અને આપની આવી ગેલચંદી માન્યતા-પ્રવૃત્તિઓથી એમના સ્થાપિતહિતોના મૂળ વધારે ઊંડા ઉતરી મજબુત થાય છે.

શિક્ષણ મેળવવું એ અતિ આવશ્યક છે પણ માત્ર ભણવું એ પુરતું નથી જ, એ સાથે સ્વાભિમાની વિચારો અપનાવી પાખંડ માંથી મુક્તિ મેળવીને પોતાની બુદ્ધિ અને કર્મને સ્વ-વિકાસ અને સમાજ વિકાસમાં જોડવું જરૂરી છે.

મંદિરોના ઘંટ વગાડવાનું બંધ કરી શાળાની ઘંટડીઓ તરફ બાળકોને ધ્યાન અપાવવું અને વિજ્ઞાન અને બૌધિકતા ભર્યું શિક્ષણ આપવું અતિ જરૂરી છે. દેવું કરીને ભક્તિ-પૂજા-માંડવા નહિ કરતા, દેવું કરીને બાળકોને ઉચશિક્ષણ આપવાની સમજ અપનાવીશું નહિ ત્યાં સુધી સમસ્યાનો કોઈ ઉપાય નથી.

બાકી, બરડા ફાટી જાય અને ચામડા ઉતેડાય છે ત્યારે કોઈ દેવ કે ઈશ્વર એની વારે આવતો નથી.

જય સંવિધાન
જય ભારત

નાચીઝ_મુસાફિર

Comments

Popular posts from this blog

મુકતા સાલ્વે ; દેશની સૌ પ્રથમ દલિત વિદ્યાર્થીની અને સૌ પ્રથમ નિબંધકાર લેખિકા

વર્ષ-૨૦૧૭ના અંતિમ દિવસની થોડી નાચીઝ_વાતું સાથે....

શું તમે અંધશ્રદ્ધામાં માનો છો...?